Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીને કારણે અસંખ્ય માછલાં મર્યા

જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી:સેમ્પલ એફ.એસ.એલ અને મત્સ્ય વિભાગમાં મોકલાયા

અંકલેશ્વર ઝગડીયા રોડ પર આવેલી અમરાવતી નદીમાં દઢાલ નજીક રાસાયણિક પાણીને લઇને અસંખ્ય માછલાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે અમરાવતી નદીમાં લાલ રંગના પ્રદુષિત પાણીને લઇ નદી લાલ નદીમાં પરિવર્તી થયેલી જોવા મળી હતી. આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

જીપીસીબીની ટીમે તપાસ કરતાં વરસાદી પાણી સાથે છોડવામાં આવેલા રાસાયણિક કંટામિનોટેટ પાણી નજરે પડ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત અસરથી પાણીના સેમ્પલ લીધા હતા. તેમજ મૃત માછલીઓને પણ સેમ્પલ સ્વરૂપે લઇ તેને એફ.એસ.એલ તેમજ મત્સ્ય વિભાગમાં તપાસ અર્થે મોકલી આપી હતી

(12:06 pm IST)