Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ભરૂચ રેલવે સ્ટેશને ગેલ ઇન્ડિયા કંપની દ્વારા ટ્રેનમાં મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગેલ ઈન્ડિયા કંપની-ગંધાર દ્વ્રારા ટ્રેનમાં મહિલાઓને સેનેટરી નેકપિકીનનું વિતરણ કરવા આવ્યું હતું

  ગંધાર સ્થિત ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા મહિલા જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ કરીને જે સ્ત્રી પોતાના ઘરઆગણાંને સ્વચ્છ રાખે છે. તેમ પોતાના શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા દરમિયાન પણ પોતાના શરીરને સ્વચ્છ રાખી શકે અને જે મહિલાઓ નેપકીનની જગ્યાએ કપડાંનો વપરાશ કરતી હોય છે. તેનાથી શું તકલીફ થાય છે અને સેનેટરી નેપકીન એટલે પેડ વાપરવાથી શું ફાયદા થાય છે. તેની વિસ્તૃત જાણકારી ગેલ ઇન્ડિયા કંપનીના ડોકટર અને કંપનીના મહિલા કર્મચારીઓએ ટ્રેનના કોચમાં બેઠેલી મહિલાઓ આપવામાં આવી હતી.

કંપનીના સભ્યોએ ટ્રેનમાં મહિલાઓને સમજાવી પેડની ઉપયોગીતા વિશે જાણકારી આપી હતી.

(7:53 pm IST)