Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની ગાંધીનગરમાં જનતા રેડ :દારૂનો જથ્થો પકડ્યો : પોલીસની આબરૂના ધજાગરા

ડીએસપી કચેરી નજીક જ દારૂનું વેચાણ : 7મીએ અમદાવાદમાં દારૂના અડ્ડા પર જનતા રેસ કરાશે

 

ગાંધીનગર :રાજ્યમાં દારૂની બદી કાઢવા રાજ્ય સરકારે કાયદો કડક બનાવ્યો છે છત્તા દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે અમદાવાદમાં ગઈકાલે કથિત લઠ્ઠાકાંડ મામલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગરમાં જનતા રેડ કરી હતી. ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં આજે ચાલતા દારૂનાં અડ્ડાઓ પર રેડ કરીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.  DSP ઓફિસ નજીક દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનાં સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધાં બાદ 4 વ્યક્તિઓની હાલત લથડી ગઇ છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં 2 વ્યક્તિની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો અન્ય બે વ્યક્તિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયાં છે.

  મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સોલા હોસ્પિટલ ખાતે જઇને લઠ્ઠાકાંડનો ભોગ બનેલ લોકોનાં ખબર અંતર પૂછ્યાં હતાં. બાદમાં ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં ચાલતા દારૂનાં અડ્ડાઓ પર રેડ કરીને દારૂનો જથ્થો પકડ્યો હતો

 મહત્વનું છે કે, DSP ઓફિસ નજીક દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરે મામલે એમ જણાવ્યું હતું કે, 7 જુલાઇનાં શનિવારનાં રોજ હવે અમદાવાદમાં ચાલતા દારૂનાં અડ્ડા પર રેડ પડાશે. ઉપરાંત તેઓએ સરકાર અને પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતાં.

(12:18 am IST)