Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરતના અડાજણ વિસ્તારમાં સંપાદિત જમીન બદલે 2.53 કરોડ મેળવનાર બે પોલીસના સકંજામાં

સુરત:અડાજણ વિસ્તારમાં કેબલ સ્ટ્રેઈડ બ્રિજની સંપાદિત જમીનના વિવાદના કેસમાં  હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટેના ગુનો દાખલ કરવાના હુકમ બાદ ઉચ્ચ અધિકારીના આદેશના પગલે અઢી વર્ષે અડાજણ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માંગ્યા હતા.

કોર્ટે આરોપીઓના રિમાન્ડની માંગ રદ કરી લાજપોર જેલમાં મોકલવા હુકમ કર્યો છે.
અડાજણ ખાતે રેવન્યુ સર્વે નં.૭૦૩-અ-બ તથા ટીપી સ્કીમ નં.૧૦માં જમીન મિલકતની ૭-૧૨ની નકલમાં ફરિયાદી વીરબાઈ અસ્પી ડ્રાઈવરનું નામ વર્ષ-૨૦૦૪થી રેવન્યુ રેકર્ડમાં ચાલતું હતુ. તેમાં ખોટા વારસાઈ હકો ઉભા કરી બોગસ દસ્તાવેજના આધારે જમીન સંપાદન અધિકારી સાથેના મેળાપિપણામાં આરોપી કામીનીબેન વસંતલાલ રાંદેરિયા, ગીરીરાજ ભરતકુમાર રાંદેરિયા તથા અમીષાબેન રાંદેરીયાએ સંપાદિત જમીનના બદલામાં રૃા.૨.૫૩ કરોડ મેળવી સરકાર સાથે ઠગાઇના આક્ષેપ સાથેની ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.

(5:19 pm IST)