Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજ્યમાં બુટલેગરો બેફામ: સરકાર પાણીના પાઉચ બંધ કરી શકે તો દારૂ કેમ નહીં ?: અલ્પેશનો આકરો સવાલ

અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સોલા હોસ્પિટલ પહોંચ્યા : શનિવારે અમદાવામાં જનતા રેડ કરશે

અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની તબિયત બગડતા ચારેયને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં  વ્યક્તિની હાલત ગંભીર છે જયારે અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાસના નેતા હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. 

  સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 7 જુલાઇને શનિવારના રોજ અમદાવાદમાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને પોલીસ બેડા પર આક્ષેપો કર્યા હતા. 

  વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે દારૂના વેચાણનો જવાબ આપવામાં આવશે. જો સરકાર એક દિવસમાં પાણીના પાઉચ બંધ કરી શકતી હોય તો દારૂબંધી કેમ નહી. દારૂના અડ્ડાઓ પર રેડ પાડતા ઇમાનદાર અધિકારીઓ પાસેથી પાવર પાછા લેવામાં આવે છે તથા ઈમાનદાર અધિકારીઓ રેડ કરવા જાય તો બુટલેગર ને સીધી માહિતી મળી જાય છે. તો બીજી તરફ સરકાર વિધાનસભામાં સરકારે કરોડો લીટર દારૂ પકડયાનું ગૌરવ લે છે.

(3:25 pm IST)