Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વલસાડ જિલ્લામાં અનરાધાર વ્હાલ વરસાવતા મેઘરાજા

પારડી, વાપી ધરમપુર અને ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ

વલસાડ જિલ્લામાં મેઘરાજા અનરાધાર વ્હાલ વરસાવી રહ્યાં છે જિલ્લામાં  ઉમરગામ પારડી વાપીના દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

  વલસાડ જિલ્લાના પારડી, વાપી ધરમપુર અને ઉમરગામમાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

 

(11:54 am IST)