Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું :ચારને ઝેરી અસર :બે લોકોની હાલત ગંભીર

અસરગ્રસ્તને સોલા હોસ્પિટલે ખસેડાયા :પોલીસે દેશી દારૂ વેંચતા સ્થળોએ દરોડા પાડવાનું શરુ કર્યું

ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધૂણ્યુ છે. અમદાવાદ શહેરમાં કથિત રીતે દેશી દારૂ પીવાથી ચાર વ્યક્તિઓને ઝેરી અસર થતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હજુ સત્તાવાર રીતે મામલે ફોડ પાડ્યો નથી પણ લઠ્ઠાકાંડ હોવાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે દેશી દારૂ વેચતા સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યાના અહેવાલો પ્રાપ્ત થાય છે.
 

પ્રાથમિક વિગત મુજબ સોલા સિવિલમાં ચાર લોકોને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક રિપોર્ટમાં ચારેયએ દેશી દારુનું સેવન કર્યા બાદ તબિયત લથડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તમામે સોલા ગામમાંથી દેશી દારૂ ખરીદ્યો હતો ત્યારબાદ સેવન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

(9:44 pm IST)