Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટારુ ટોળકી ઝડપી ;મૂળ ઓરિસ્સાના ચાર આરોપી ઝડપાયા

લોકોની પીઠ ઉપર ચપ્પુથી હુમલો કરીને લૂંટને અંજામ આપવાની હતી મોડ્સ ઓપરેન્ડી

સુરત ;સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટારુ ટોળકીને ઝડપી પાડી છે લોકોની પીઠ ઉપર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવતી ટોળકીના ચારેય સભ્ય મૂળ ઓરિસ્સાના છે અને લૂંટ કરતા પહેલાં તેઓ લોકોના ખભા ઉપર વાર કરતા હતા. તેઓએ મોડસ ઓપરેન્ડીથી શહેરના ચાર પોલીસ મથકમાં લૂંટના બનાવને અંજામ આપી ચુક્યા છે. ટોળકીના ચારેય સભ્યોની પોલીસે ધરપકડ કરી છે.

  સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ચાર આરોપી લાગ્યા છે, આરોપીઓએ કબૂલ્યું કે તેઓ લૂંટને અંજામ આપતા પહેલા લોકોની પીઠ ઉપર પાછળથી ચપ્પુ વડે હુમલો કરતાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ધરપકડમાં તમામ આરોપીઓ મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓમાં મનોજ કિરણ દાસ, પપ્પુ બાયરી ગોડ, જીતુ ઉર્ફ સુરેન્દ્ર બીસવાલ અને સુજયકાંત ઉર્ફ બાબુ શાહુ ઝડપાયા છે. લૂંટારુઓ રાત્રીના સમયે એકલ દોકલ જતા લોકોને પાછળથી પીઠ ઉપર ચાકુ મારી મોબાઈલ, સોનાની ચેન, રોકડા રૂપિયા લૂંટી લેવાની ઘટના ને અંજામ આપતા હતા.

(12:43 am IST)