Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વડોદરા ભાજપ કાર્યલયમાં બર્થ-ડેની ઉજવણી કરનાર મહામંત્રી સુનિલ સોલંકી સહીત 9 સામે ગુનો નોંધાયો

હિરેન ચોકસી, પ્રતીક પંડ્યા, મહેશસિંહ રાજપૂત, મહેશ વસાવા, પ્રદીપ રાવત, રવિન્દ્રસિંહની ધરપકડ: ભાજપ મહામંત્રી સુનીલ સોલંકી, લખધીર સિંહ ઝાલા અને મિનેશ પંડ્યા ફરાર

વડોદરા : વડોદરા ભાજપના  કાર્યલયમાં બર્થ-ડેની ઉજવણી કરનાર નવનિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકી સહીત 9 સામે ગુનો નોંધાયો છે

સયાજીગંજ પોલીસે સુનીલ સોલંકી સહિત 9 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગ, એપેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ  કર્યો હતો પોલીસે હિરેન ચોકસી, પ્રતીક પંડ્યા, મહેશસિંહ રાજપૂત, મહેશ વસાવા, પ્રદીપ રાવત, રવિન્દ્રસિંહની ધરપકડ  કરી છે જયારે  ભાજપ મહામંત્રી સુનીલ સોલંકી, લખધીર સિંહ ઝાલા અને મિનેશ પંડ્યા ફરાર થઇ ગયા છે

(9:59 pm IST)