Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સુરતમાં જૂની અદાવત રાખી પોલીસના પુત્ર ઉપર હુમલો

તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે : છરીના સાત ઘા ઝીંકીને પોલીસ પુત્રની હત્યાનો પ્રયાસ

સુરત,તા.૩ : સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ભેંસાણ ગામમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાકડા પર બેઠેલા એક શખ્સને ઘરે મોકલ્યો હતો. આ વાતની અદાવત રાખીને મંગળવારે રાત્રે પોલીસના દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો. છરાથી હુમલો કરી છથી સાત ઘા ઝીંકી પોલીસ પુત્રની હત્યાનો પ્રયાસ થયો હો. પોલીસ પુત્ર પર તેના મિત્રોની હાજરીમાં  જ હુમલો થતા પોલીસ દોડતી થઈ હતી. સુરતના જહાંગીરપુરા સુંદરવન સોસાયટીમાં રહેતા રમેશભાઇ રામુભાઇ પટેલ રાંદેર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ તેમની નોકરી પીસીઆર વાન પર છે. બનાવની વિગતે વાત કરીએ તો પોલીસકર્મી રમેશભાઈનો પુત્ર અક્ષય પટેલ તેનો ભાઈ ચિંતન પટેલ ચોર્યાસી તાલુકાના ભેંસાણ ગામના ટેકરા ફળીયામાં રહેતા અંકુર જમુ પટેલ અને કાન ફળીયામાં રહેતા મિહીર નટવર પટેલ સાથે મળ્યા હતા.

           જે બાદમાં તમામ મિત્રો રાત્રે હજીરા-સાયણ રોડ સ્થિત વરીયાવ ચાર રસ્તા પાસે ઓમકાર ધાબાની બાજુમાં આવેલી ડેસ્ટીની હોટલમાં જમવા ગયા હતા. રાત્રે ૧.૩૦ વાગ્યે ત્રણેય મિત્રો જમ્યા બાદ હોટલની બહાર ઊભા રહી વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમનો પરિચીત મયુર ઉર્ફે મયલો ઉર્ફે મહેશ કેશવ વેકરીયા બાઈક પર આવ્યો હતો. મયુરે અક્ષય પટેલ સાથે ગાળાગાળી કરતા કહ્યું હતું કે, 'તારો બાપ પોલીસમાં છે અને અમને હેરાન કરે છે. તારો બાપ ભેંસાણ ખાતે આવ્યો હતો. હું પાદરે બાકડા પર રાત્રે બેઠો હતો ત્યારે ઉઠાડયો હતો. તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ ઉઠાડે છે, અમારી મરજી અમે ગમે એટલા વાગ્યા સુધી બેસીએ. મયુરની આવી વાત બાદ અક્ષયે તેને ગાળો નહીં આપવા અને પિતા તેમની નોકરી કરતા હોવાની વાત કરી હતી. આવું કહેતા જ ઉશ્કેરાયેલા મયુર ઉર્ફે મયલાએ 'અમે બેસીએ તો તારા બાપાને શું વાંધો છે. તમે લોકો બેસો તો કંઇ નહીં' એમ કહી કમરના ભાગે છૂપાવેલો છરો કાઢી અક્ષય પર હુમલો કર્યો હતો. મયુરે અક્ષયને પેટ, છાતી, જમણા હાથના મસલ્સ, જાંઘ અને પીઠના ભાગે છથી સાત ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન અક્ષયને બચાવવા અંકુર અને મિહીર વચ્ચે પાડ્યા હતા. જોકે, મયુરે તેમને પણ વચ્ચે આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી. છતાં હિંમત કરીને અંકુર અને મિહીરે અક્ષયને બચાવીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી.

(7:10 pm IST)
  • પત્રકારોને કોવિડ વોરિયર ગણવા પ્રેસ કાઉન્સીલની માંગણી : પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકારને કહ્નાં છે કે કોરોના વાયરસને કારણે જે પત્રકારોનું મૃત્યુ થાય તેમને ‘કોવિડ- વોરીયર’ તરીકે ગણવા અને જે રીતે ડોકટરો અને બીજી આવશ્યક આરોગ્ય સેવાઓના સ્ટાફને સવલતો અને ફાયદા અપાય છે તે પત્રકારોને પણ આપવા માંગણી કરી છે access_time 4:05 pm IST

  • ખેડૂત આંદોલનના સમર્થનમાં બીજો પુરસ્કાર પરત : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે ' પદ્મ વિભૂષણ ' એવોર્ડ પરત કર્યા બાદ હવે રાજ્યસભાના સાંસદ સુખદેવ ઢીંડસાએ ' પદ્મ ભૂષણ ' એવોર્ડ પરત કર્યો : છેલ્લા બે મહિનાથી કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો અવાજ કેન્દ્ર સરકારના બહેરા કાને સંભળાતો નથી access_time 6:15 pm IST

  • વિશ્વભરમાં બનાવટી કોરોના વેક્સીનના વેચાણનું ષડયંત્ર : ઈન્ટરપોલે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે ક્રિમીનલ નેટવર્ક ઈન્ટરનેટ દ્વારા અને બજારોમાં બનાવટી કોરોના વેક્સીનનું વેચાણ કરવા પ્રયાસો કરી રહી છે જેની સામે સૌ સાવધ રહે access_time 4:05 pm IST