Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કલોલ શહેર પોલીસે તેરસાપરા ચોકડી નજીક ઠાકોરવાસમાં ધમધમતા જુગારધામ પર દરોડા પડી 6 શકુનિઓની ધરપકડ કરી

 કલોલ: શહેર પોલીસની ટીમે તેરસાપરા ચોકડી પાસે ઠાકોરવાસમાં દરોડો પાડીને જુગાર રમતાં શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી પ૮૮૦ રૂપિયાની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કલોલના તેરસાપરા ચોકડી પાસે નવા ઠાકોરવાસમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં મહેબુબભાઈ ઉર્ફે મુન્નો ગુલામરસુલ ઘાંચી રહે.ઘાંચીવાસ મસ્જિદ પાસે કલોલ, ચેતન બાબુભાઈ ગઢવી રહે. ઓનેસ્ટનગર રેલ્વે પૂર્વ કલોલ, અનીલ અશોકભાઈ રાવળ રહે.લાયન્સ નગર મકાન નં.૧૧૭ આરસોડીયા, પ્રકાશ રમેશભાઈ કાંગસીયા રહે. દીવડા તલાવડી રેલ્વે પૂર્વ કલોલ, મેલાજી મનાજી ઠાકોર રહે.ભાદોલ તા.કલોલ અને અશોકજી બાસ્કુજી ઠાકોર રહે.તેરસાપરા જોગણીમાતાજી મંદિર પાસે કલોલને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી પ૮૮૦ રૂપિયાની રોકડ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(5:50 pm IST)