Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મંજુરી વગર દુકાનનું બાંધકામ શરૂ કરતા વડોદરાના ભાજપના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરના પતિ ભરતભાઇ ઠક્કરને નોટીસ ફટકારાઇ

વડોદરાઃ લાગે છે કે વિવાદો ભાજપના નેતાઓનો પીછો છોડવાનું નામ લેતા નથી. કાંતિ ગામિતને લઈને હડકંપ મચ્યો છે અને છેક હાઈકોર્ટ સુધી વાત ગઈ છે તેની સાથે વડોદરાના ભાજપના ભૂતપૂર્વ સાંસદ જયાબેન ઠક્કરના પતિ ભરતભાઈ ઠક્કરને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ભરતભાઈ ઠક્કરે બાજવા ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરતા ગામના તલાટીએ નોટિસ ફટકારી છે. ભરત ઠક્કરે બાજવાના ગાંધી રોડ પર મંજૂરી વગર દુકાનોનું બાંધકામ શરૂ કર્યુ હતું.

આ જગ્યા પર યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) રાખવા માટે કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ દુકાનો બાંધવામાં આવી રહી હતી. આથી બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરત ઠક્કરને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે ભરતભાઈ ઠક્કરની વડીલોપાર્જિત મિલકત અંગે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા હાઇકોર્ટમાં કેસ થયો છે, જે અંગે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે.

આમ છતા આ મિલકતમાં આવેલી ચાલીનો કેટલોક ભાગ તોડીને તેમા બાંધકામ શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતને તેના અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં જ બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરતભાઈ હિંમતભાઈ ઠક્કરને નોટિસ આપી કોર્ટની પરવાનગી વગર બાંધકામ નહીં કરવા તાકીદ કરી છે. કોર્ટે મિલકત વહેંચણીના કેસમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

(4:33 pm IST)
  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST

  • સજા પામેલા નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદતા નહિં : કેન્દ્રની એફીડેવીટ : જે રાજકીય નેતાઓને જેલ સજા થઈ હોય તેમના ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવાની જાગવાઈ સામે વિરોધ દર્શાવતી એફીડેવીટ મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે access_time 4:06 pm IST

  • શેર બજારના પ્રારંભે ઉછાળો : શેરબજારના પ્રારંભે ૧૭૬ પોઈન્ટનો ઊછાળો આવ્યો અને ૪૪,૭૯૪ ઉપર આંક પહોંચ્યો : જયારે નિફ્ટી ૫૯ પોઈન્ટના વધારા સાથે ૧૩,૧૭૨ ના આકે પહોંચી. access_time 11:22 am IST