Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સુરતમાં કોરોનાકાળમાં સાદાઇથી લગ્ન પ્રસંગો થતા બેન્‍ડવાજા-બગી-સાઉન્‍ડ સિસ્‍ટમના વ્‍યવસાય સાથે સંકળાયેલાઓની માઠીઃ રેલી કાઢીને કલેકટર કચેરીમાં રજૂઆત

સુરતઃ કોરોના વાયરસને કારણે અનેક ક્ષેત્રના લોકોના રોજગાર પર ખરાબ અસર પડી છે. તો લૉકડાઉન બાદ પણ હજુ સુધી અનેક ક્ષેત્રોમાં ધંધા-રોજગાર સંપૂર્ણ રીતે શરૂ થઈ શક્યા નથી. તો લગ્ન પ્રસંગોમાં પણ અનેક નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. તેવામાં લોકો કોરોના કાળમાં સાદાઈથી સમારહો કરી રહ્યાં છે. ત્યારે બેન્ડબાજા વાળા, બગીવાળા તથા સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની રોજગારી સામે સંકટ ઉભુ થયું છે. સુરતમાં બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા અને સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા લોકોએ રેલી કાઢી હતી.

લૉકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક નાના વ્યવસાયકારીઓએ આજે સુરતમાં અઠવાગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે. આ રેલીમાં અનેક બગીવાળા અને બેન્ડવાળાઓ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા હતા. હાથમાં બેરોજગારીના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી લાચાર વ્યવસાય કારોબારીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જોકે, આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી. જેથી બગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટાભાગે બીજુ કોઈ કામ ન કરી શકે તેવા છે. તે લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે બીજા કોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે. ઘણા લોકોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હોય છે. જેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આવા માહોલમાં જો સરકાર અમને આંશિક રાહત આપે તો જીવન ગુજારી શકાય તેમ છે. કેટરિંગ, મંડપ, લાઈટ, LED આર્ટીસ્ટ , ઇવેન્ટ મેનેજર, સાઉંન્ડ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર અસોસીએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો છે. જેને ગત પ્રથમ લોકડાઉનથી અત્યાર સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે.

આ બાબતે આપ કલેક્ટર કચેરી તેમજ સરકારને વાંરવાર રજૂઆત પછી પણ આ વેડિંગ અને ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકારની રહેમ દ્રષ્ટી પ્રાપ્ત થઇ નથી. આ ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે.

(4:31 pm IST)
  • બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી સેવાનો પ્રારંભ કરાવતા વિજયભાઈ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન મંજૂરી સીસ્ટમ્સનો પ્રારંભ કરાવ્યો છે. રાજયમાં બાંધકામ માટે હવે ઓનલાઇન મંજૂરી મળશે. ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ ૨.૦ શરુ કરવામાં આવી છે. access_time 1:55 pm IST

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘે " ભાંગ " ને દવા તરીકે માન્યતા આપી : ભાંગમાં રહેલા ગુણોને ધ્યાને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંઘે નશીલા દ્રવ્યોની યાદીમાંથી દૂર કરી : મતદાન કરાતા ભાંગને ઔષધી તરીકે માન્યતા મળી : દવા સિવાય માત્ર નશા માટેનો ઉપયોગ ગેરકાયદે ગણાશે access_time 11:46 am IST

  • અત્યારે મોડી રાત્રે બુરેવી વાવાઝોડું તોફાની પવન સાથે શ્રીલંકાના સાગર કાંઠા ઉપર ત્રાટકી ચૂક્યું છે અને હવે ભારતના તામિલનાડુના દરિયાકાંઠાથી પસાર થશે વિગતોની રાહ જોવાઈ ગઈ છે access_time 12:13 am IST