Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

મગફળી ખરીદી કામગીરીમાં ફરજમાં ગેરહાજર કેમ રહ્યાં ?: વધુ 6 અધિકારી-કર્મચારીને નોટિસ

શુક્રવારે બે કર્મચારીઓની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા

 

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદીની કામગીરીમાં જેમને ફરજ સોંપવામાં આવી છે. તેમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળતા સરકાર દ્વારા શુક્રવારે બે કર્મચારીઓની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયા હતા  પછી શનિવારે વધુ અધિકારી અને કર્મચારીઓ સામે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

  અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિવિધ સ્થળોએ મગફળી ખરીદવા માટે કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત વિવિધ મગફળી ખરીદ કેન્દ્રો પર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે

 . મગફળી ખરીદીની પ્રક્રિયા અંતર્ગત સોંપાયેલી ફરજમાં ગેરહાજર રહેનાર બે કર્મચારી સામે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા શુક્રવારે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. એટલું નહિ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને તેમને ફરજ સ્થળ હાજર કરવામાં આવ્યા હતા.

(12:06 am IST)