Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજ્યમાં સવારથી સાંજે 6 કલાક સુધી 128 તાલુકાઓમાં વરસાદ

સાંજે 4થી 6 કલાક સુધીમાં લખપતમાં બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ, જામજોધરુરમાં દોઢ ઈંચ અને જામ ખંભાળિયામાં એક ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ :  ગુજરાતમાં ચોમાસાની સીઝન જામી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આજે સવારથી સાંજે 6 કલાક સુધી રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ થયો છે. સાંજે 4થી 6 કલાક સુધીમાં કચ્છના લખપતમાં બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ, જામનગરના જામજોધરુરમાં દોઢ ઈંચ અને દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં આજે સવારથી લઈને સાંજે છ કલાક સુધી 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ પડ્યો છે. તાપીના ડોલવાનમાં ચાર ઈંચ, મહિસાગરના વિરપુરમાં ચાર ઈંચ અને દ્વારકાના ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય નવસારી, જુનાગઢ, વલસાદ, કચ્છ, સહિત અનેક જિલ્લામાં વારો વરસાદ થયો છે. 

(11:51 pm IST)