Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

રાજ્યમાં જમીન રિ-સર્વે મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે':હાર્દિક પટેલે લખ્યો રાજ્યપાલને પત્ર

ખેડૂતો પાસેથી તેમનાં હકની જમીન રિ-સર્વે અને સંપાદનના બહાને ઝુંટવી લીધાનો આક્ષેપ

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે રાજ્યમાં જમીન રિ-સર્વે મામલે રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં હાર્દિકએ સરકાર પર આરોપ મુકી ઉલ્લેખ કર્યો છે કે, સરકાર ખેડૂતો પાસેથી જમીન ઝૂંટવી રહી છે. ગુજરાતના નાના ખેડૂતો આ રિ-સર્વેની પ્રક્રિયાથી પરેશાન છે.

   હાર્દિકે પત્રમાં વધુમાં લખ્યું છે કે, સરદાર પટેલ, ઢેબરભાઈ અને જીવરાજ મહેતાએ ખેડૂતોને જમીનદારો પાસેથી જમીનો અપાવી હતી. ખેડે તેની જમીનનો કાયદો લાવીને ખેડૂતોને તેના હક્કો અપાવ્યા હતા. હવે વર્તમાન ગુજરાત સરકાર ખેડૂતોના તે હકકો જમીન રિ-સર્વે અને સંપાદનના નામે ઝુંટવી રહી છે. મારી માંગણી છે કે રિ-સર્વેની સંપૂર્ણ તપાસ કરી સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે અને નામદાર હાઇકોર્ટના જજ સાહેબ દ્વારા તપાસ કરી ખેડૂતોને જુના સર્વે પ્રમાણે જમીનો આપવામાં આવે.

  ગુજરાતના 18 હજાર 47 ગામોમાંથી હાલ સુધીમાં 18 હજાર 34 ગામોની માપણી પૂર્ણ થઈ છે. 12 હજારથી વધુ ગામોનું પ્રમોલગેશન પૂર્ણ થયું છે. પત્રમાં એવું પણ લખ્યું છે કે, કૌશિક પટેલ 7 કંપનીઓના ગોટાળાને છાવરી રહ્યાાં છે.

  એક ગામની જમીન માપણી સ્થળ પર કરવી હોય તો એક અઠવાડિયું એક ટૂકડીને લાગે પણ સેટેલાઈટ પદ્ધતિથી 3 કે 4 દિવસમાાં જ જમીન માપણી કરવામાાં આવી છે. રિ-સર્વેની નવી માપણીમાં 7-12નું ક્ષેત્રફળ વાસ્તવિકતા સાથે મળતું નથી અને તેમાં ખાસ્સો તફાવત જોવા મળે છે.

(10:07 pm IST)