Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

આણંદ નજીક ગોપાલપુરાની સીમમાં કંપનીના મેનેજર સાથે 1.75 કરોડની ઠગાઈ આચરતા અરેરાટી

આણંદ:વાસદ તાબે ગોપાલપુરા સીમમાં આવેલ એક કંપનીના મેનેજર દ્વારા એક વર્ષ પહેલા રો મટીરીયલનો ૧.૭૫ કરોડનો માલ દસ્તાવેજ પર નહીં બતાવી અંગત ઉપયોગ કરતા હોબાળો મચ્યો હતો. આ કંપનીના માલિકને મુંબઈ મુકામે આ ગુનાહિત વિશ્વાસઘાત અંગે જાણ થતા વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. ભુમેશ સોમાભાઈ પટેલ જેઓ મુંબઈ મુકામે રહે છે. જેઓની કંપની વાસદ તાબે ગોપાલપુરા સીમમાં આવેલ છે.પાવર એડીટુજ ઈન્ડીયા નામની તેમની કંપનીમાં મેનેજર દ્વારા કરોડોના રો મટીરીયલની ઉચાપત કરાઈ હોવાની જાણ તેમને થઈ હતી. જેમાં ગઈ તા. ૩૧-૩-૨૦૧૭ થી ૩૦-૧૦-૨૦૧૭ના રોજ મેનેજર રોશન લાલજીભાઈ પટેલ દ્વારા કંપનીમાં આવતા આશરે ૧૮૪ ટન થી વધુ માલ જેમાં  સ્ટેરીક એસીડ ૧૨ ટન અને પરાફીન વેક્ષ ૬ ટન તથા પીઈ વેક્સ ૦.૯૪ ટન તથા સીવપીવીસ રીસાઈન ૧૦ ટન અને બીજુ રો મટીરીયલ ઉપરોક્ત મટીરીયલ તથા ૨૩ ટન અને ૪૪૦ કિલો જેટલો કેમિકલ્સનો જથ્થો કુલ્લે રકમ ૧,૭૫,૦૦,૦૦૦/- રેકડ પર નહી બતાવી તેના દસ્તાવેજો નહી બનાવી આ જથ્થો તેમના અંગત કામે વાપરી નાંખ્યો હતો. પરંતુ કંપનીના ઓડીટ દરમ્યાન આ જથ્થો સગેવગે થયો હોવાની વાત જાણવા મળતા જ કંપનીના માલિકે વાસદ પોલીસે ઉક્ત મેનેજર સામે ફરિયાદ નોંધાઈ હતી.
 

(4:46 pm IST)