Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ભાજપના રાજમાં જંગલ અને ઝાડમાં ધરખમ ઘટાડો : ભ્રષ્ટાચાર ઘેઘુર

સરકાર પર ડો. મનીષ દોશીના શાબ્દિક કુહાડાઃ ૪૬ર૩૯ હેકટર વન વિસ્તાર કયાં ગયો ? વન વિસ્તારનું સંરક્ષણ કરવા પોકાર

અમદાવાદ, તા. ૧ : સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને રાજયમાં ઠેર ઠેર હોર્ડીંગ્સો-જાહેરાતો દ્વારા ગુજરાતમાં ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યા ૩૭ ટકા વધારો થયાનો દાવો કરનાર ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો થયાનો સ્વીકાર વિધાનસભામાં વનમંત્રી આપેલા જવાબથી સ્પષ્ટ થાય છે. ત્યારે રાજયમાં ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિના લીધે વનીકરણ, જંગલનો વિસ્તાર સહિત વૃક્ષોની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયનો કુલ વિસ્તાર ૧૯૬૦ર૪૦૦ હેકટર છે. વર્ષ ર૦૧પ-૧૬ માં રાજયનો કુલ વિસ્તાર રર૩૦ર૬૪ હેકટર હતો. જે વન વિસ્તાર તા. ૩૧/૧ર/ર૦૧૭ની સ્થિતિએ ઘટીને ર૧૮૪૦રપ હેકટર થયો છે એટલે કે, ૪૬ર૩૯હેકટર વન વિસ્તાર ખવાઇ ગયો છે.

આણંદ જિલ્લામાં વર્ષ ર૦૧પ-૧૬માં વન વિસ્તાર ૪૧ર૬૯ હેકટર હતો જે ઘટીને શૂન્ય થઇ ગયો છે. આ ૪૧ર૬૯ હેકટર વન વિસ્તાર કોણ કાપી ગયું ? રાષ્ટ્રીય વનનીતિ ૧૯૮૮ પ્રમાણે કુલ ભૌગોલિક વિસ્તારનો ૧/૩ ભાગ વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ. રાજયમાં ૧૯૬૦ર૪૦૦ હેકટર પ્રમાણે ૬૪૩૪૧૩૩ હેકટર વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ. તેને બદલે માત્ર ર૧૮૪૦ર હેકટર વિસ્તાર જ વન વિસ્તાર છે. આમ હોવો જોઇએ એના કરતા ૧/૩ ભાગ જ રાજયમાં વન વિસ્તારનો છે. રાજયના સામાજિક અને આર્થિક સર્વેક્ષણ અહેવાલ-ર૦૧૭ ના વન વિભાગના સત્તાવાર વિગતોમાં વન વિસ્તારના વિકાસ માટે રાજય સરકારે સતત નાણાકીય જોગવાઇ અને ખર્ચમાં ઘટાડો કરીને વન વિસ્તારના વિકાસમાં મોટો કાપ મૂકયો છે તેમ કોંગ્રેસ પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે. (૮.પ)

(12:39 pm IST)