Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કિકી ડાન્સના ખતરનાક સ્ટેપ ન કરવા:રસ્તામાં સાવધાનીથી વર્તવા ગુજરાત પોલીસની સલાહ

હાલ લોકો કીકી ડાન્સ કરી સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. જો કે લોકોની આ હરકત પોલીસ માટે માથાનો દુખાવો બની છે. ત્યારે દેશના તમામ રાજ્યોની પોલીસ લોકોને ચેતવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહી છે. જેમાં ગુજરાત પોલીસ પણ સામેલ છે. આ કેમ્પનમાં લોકોને ડાંસના ખતરનાક ડાંસ સ્ટેપ ન કરવા અને રસ્તા પર સાવધાની વર્તવા સલાહ અપાઈ છે.

 કિકિ ચેલેન્જ બાબતે જાગૃત થવા ગુજરાત પોલીસે  અપીલ,કરી છે ગુજરાત પોલીસે લોકોને કિકિ ચેલેન્જમાં ભાગ ન લેવા કર્યું સુચન કર્યું છે અને જણાવ્યું છે કે કિકિ ચેલેન્જ નુકસાનકારક સાબિત થઈ શકે છે

 

 

(12:36 pm IST)