Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સિધ્ધાર્થને પણ મળી ગઇ નવી ગર્લફ્રેન્ડ

સિધ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટએ કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર થકી કરી હતી. આ પછી બંને વચ્ચે રિલેશનશીપ પણ હતી. પરંતુ હવે આલિયા અને રણવીર કપૂર એક સાથે છે. તો બીજી તરફ સિધ્ધાર્થએ પણ નવી ગર્લફ્રેન્ડ શોધી લીધી છે. સિધ્ધાર્થ કરતાં તેની ગર્લફ્રેન્ડ અગિયાર વર્ષ નાની છે. આલિયા સાથે બ્રેકઅપ બાદ સિધ્ધાર્થ સિંગલ હતો. પણ હવે તારા સુતારીયા સાથે તેની દોસ્તી થઇ ગઇ છે. આ બંને તાજેતરમાં એક મોલમાં સાથે જોવા મળ્યા હતાં. બંનેએ બદલા ફિલ્મ સાથે જોઇ હતી. આ પહેલા પણ આ બંને સાથે જોવા મળી ચુકયા છે. કોફી વિથ કરણ શોમાં પણ તારા અને સિધ્ધાર્થની ચર્ચા થઇ હતી. તારાની પહેલી ફિલ્મ ટાઇગર શ્રોફ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ છે. તો બીજી ફિલ્મ 'મરજાવાં' પણ તારાના હાથમાં છે, જેમાં તેની સાથે સિધ્ધાર્થ હીરો છે.

(9:56 am IST)