Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

૧૫મી ઓગષ્ટે આવશે પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સાહો'

હિન્દી, તમિલ અને તેલુગુમાં બનાવાઇ રહી છે આ ફિલ્મ

મુંબઇ તા. ૧૯: બાહુબલીની અપાર સફળતા પછી પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ  'સાહો' ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈ્યાર છે. સ્વતંત્રતા દિવસના દિવસે જ આ મોટી ફિલ્મ નિહાળવા ચાહકો અધીરા છે. સાહો પહેલી એવી ફિલ્મ છે જે ત્રણ અલગ-અલગ ભાષા હિન્દી, તમિલ અને તેલુગુમાં એક સાથે ફિલ્માવાઇ રહી છે. આ ઉપરાંત સોૈથી વધુ સ્ક્રીન પર રિલીઝ થવાની છે.

પ્રભાસના જન્મદિનના દિવસે નિર્માતાઓએ 'શેડ્સ ઓફ સાહો' નામના અબુધાબીના શેડ્યુલની એક ઝલક રજૂ કરી હતી. જેણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે જીજ્ઞાશા વધારી છે. આંતરરાષ્ટ્રીય એકશન માસટર કૈની બેટ્સ દ્વારા તમામ એકશન સ્ટંટને કોરીયોગ્રાફ કરાયા છે. સુપરસ્ટાર પ્રભાસ સાથે આ ફિલ્મમાં શ્રધ્ધા કપૂર મુખ્ય રોલમાં છે. સાથે જૈકી શ્રોફ, નિલ નિતીન મુકેશ, મંદીરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે પણ ખાસ ભૂમિકા નિભાવી રહ્યા છે. સંગીત શંકર એહસાન લોય, અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય છે. નિર્દેશક સુજીતની આ ફિલ્મના નિર્માતા વી. વામસી ક્રિષ્ના રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભુષણ કુમાર છે. ફોટોગ્રાફીના નિર્દેશક મેઢી, અનુભવી ડિરેકટર શ્રીકર પ્રસાદ અને પ્રોડકશન ડિઝાઇનર સાબૂ સિરિલની હાજરીથી અદ્દભુત ફિલ્મની આશા રાખી શકાય છે. (૧૪.૫)

(11:51 am IST)