Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અર્શદ વારસીની ફિલ્મ ફ્રોડ સૈયાનું પોસ્ટર રિલીઝ

મુંબઇ: કોમેડિયન અર્શદ વારસી અને સૌરભ શુક્લાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ફ્રોડ સૈયાંનું પોસ્ટર સોશ્યલ મિડિયા પર રિલિઝ કરાયું હોવાની જાણકારી મળી હતી.આ ફિલ્મનું એક ગીત છમ્મા છમ્મા અત્યાર અગાઉ સોશ્યલ મિડિયા પર ધમાલ મચાવી ચૂક્યું છે. અર્શદ અને સૌરભ ઉપરાંત અભિનેત્રી એલી એવરામ પણ આ ફિલ્મમાં ચમકી રહી છે.પોસ્ટર પરથીજ ફિલ્મ કોમેડી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મમાં કેટલીક સત્યઘટનાનો આધાર લેવામાં આવ્યો છે. પોતાની ઓળખ બદલીને એક પછી એક ડઝનબંધ લગ્નો કરતા એક કૌભાંડકારની કથા આ ફિલ્મમાં રજૂ કરાઇ છે. પોસ્ટરમાં એક કરતાં વધુ યુવતીઓ અર્શદના ગળામાં વરમાળા પહેરાવી રહી હોય એવું ચીતરવામાં આવ્યું છે. પોસ્ટરમાં અર્શદની પાછળ સૌરભ પણ દેખા છે. પોસ્ટરમાં ફિલ્મની ટેગલાઇન આ રીતે રજૂ થઇ છે 'સબ મર્દ કૂત્તે નહીં હૈં'આ ફિલ્મમાં ચાઇના ગેટનું છમ્મા છમ્મા ગીત ફરી એકવાર રજૂ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર અગાઉ આ ગીતે સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી દીધી હતી.

(7:32 pm IST)