Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કેટરીના કૈફના મને ત્રણેય ખાનમાં સલમાન ખાન સૌથી બેસ્ટ

મુંબઈ:કેટરીના કૈફે પોતાના કેરિયરમાં સૌથી વધુ જેની સાથે કામ કર્યું હોય તો તે સલમાન ખાન છે. આ ઉપરાંત કેટરીનાએ શાહરૂખ અને આમિર ખાન સાથે પણ કામ કરેલુ છે. જો કે કેટરીનાનાં મતે સલમાન ખાન ત્રણેય ખાનોમાંથી બેસ્ટ એક્ટર છે. કટરીનાએ આ વાતનો ખુલાસો ‘કૉફી વિથ કરણ’ ફિલ્મમાં કર્યો હતો.કરણ જોહર ‘કૉફી વિથ કરણ’ની છઠ્ઠી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. કરણ જોહરે કેટરીનાને તેમની એ સીઝનમાં પૂછ્યું કે તેના મતે શાહરૂખ, આમિર અને સલમાન ખાનમાંથી કોણ સારો એક્ટર છે? તેના જવાબમાં કેટરીનાએ જરા પણ રાહ જોયા વગર સલમાન ખાનનું નામ આપ્યું હતુ.

(4:57 pm IST)