Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

12 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર સાથે નજરે પડશે કાજોલ-અમિતાભ

મુંબઇ: કાજોલ ત્રણ વરસ પછી ફરી ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે સિંગલ મધરની ભૂમિકા ભજવી રહી છે. તેના પુત્રનો રોલ રિદ્ધી સેન ભજવી રહ્યો છે. આ ફિલ્મને અજય દેવગણની હોમ પ્રોડકશન હેઠળ બનાવામાં આવી છે. જેનું દિગ્દર્શન પ્રદીપ સરકારનું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મમાં તે પોતાની જ ભૂમિકા એટલે કે અમિતાભ બચ્ચનની ભૂમિકા ભજવશે. પ્રદીપ સરકારે જણાવ્યું હતુ ંકે, '' ફિલ્મમાં એક સીન એવો હતો જેમાં તેમની જરૃર હતી. તેથી અમે તેમને વિનંતી કરી હતી કે આ હિસ્સાને તેઓ સ્વયં જ રિપ્રેઝન્ટ કરે.આ ફિલ્મનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને અમિતાભે આ દ્રશ્ય ભજવવાની તૈયારી પણ દર્શાવી છે. ભૂતકાળમાં અમે સાથે કામ કરી ચુક્યા છે અને તેમના ્કાજોલ અને અજય સાથે  સારા સંબંધ છે.કાજોલ અને અમિતાભ વરસો પછી રૃપેરી પડદે  સાથ ેદેખાશે. તેઓ 'કભી ખુશી કભી ગમ અને કભી  અલવિદા ના કહનાના ગીત 'રોક એન્ડ રોલ સોનિએમાં ઝુમ્યા છે. 

(12:38 pm IST)