Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આમિર ખાને પુત્રી ઇરા ખાન સાથે સોશ્યલ મીડિયામાં તસવીરો શેર કરીઃ અનેક લોકોઅે આલોચના કરીને ઠપકો આપ્યો

મુંબઇઃ ફિલ્મ અભિનેતા આમિર ખાને તેની પુત્રી સાથે મજાક-મસ્‍તી કરી રહ્યો હોય તેવી તસવીરો વાયરલ થયા બાદ આમિર ખાનના પ્રશંસકોઅે આલોચના કરીને સોશ્યલ મી‌ડિયાના માધ્યમથી ઠપકો આપ્યો હતો.

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આમ તો વિવાદથી દૂર રહે છે પંરતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ટ્રોલ થયો છે. તેણે પુત્રી ઈરા સાથે ફેસબુક એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેને લઈને લોકોએ અશ્લીલ અને અભદ્ર કોમેન્ટ કરી છે. વાત જાણે એમ છે કે આમિરે તેની પુત્રી ઈરા ખાન સાથે સ્પોર્ટી મૂડમાં એક તસવીર શેર કરી. પિતા-પુત્રી બંને પાર્કમાં રમતા અને મસ્તી કરતા નજરે ચડી રહ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયામાં લોકોને આ તસવીર કઈ ખાસ પસંદ આવી નહીં.

આમિર અને પુત્રી ઈરાની આ તસવીરને જોઈને લોકો ભડકી ગયાં. ટ્રોલર્સે તસવીર નીચે અશ્લીલ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી. તેમનું કહેવું છે કે રમજાનના પવિત્ર માસમાં એક્ટરે આ તસવીર પોસ્ટ કરવી જોઈતી નહતી. અનેક યૂઝર્સે પિતા-પુત્રીના બોન્ડ પર અશ્લીલ અને અભદ્ર કોમેન્ટ કરવા લાગ્યાં.

એક યૂઝરે લખ્યું કે આમિર સર રમજાનનું તો ધ્યાન રાખો. તે તમારી પુત્રી છે. તેણે રમજાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઈએ. બીજાએ લખ્યું કે આ રમજાન મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમ છો તો કઈંક તો શરમ કરો. અનેક લોકો એવા પણ છે જેમણે આલોચકોની બોલતી બંધ કરી દીધી અને આમિરની તસવીરનો બચાવ પણ કર્યો.

અત્રે જણાવવાનું કે આમિર ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ કયામત સે કયામત તકના ડાઈરેક્ટર મંસૂર ખાનના 60માં બર્થડે સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી છે. જેમાંથી એક તસવીરમાં આમિરે પુત્રી સાથે જોવા મળી રહ્યો છે.

(5:59 pm IST)