Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભણસાલી સાથે ફિલ્મ કરશે ઋત્વિક રોશન

મુંબઈ:સંજય લીલા ભણશાલી વરસે પાંચ ફિલ્મોની તૈયારી કરી રહ્યો છે.જેમાંથી એકાદ-બે ફિલ્મોનું દિગ્દર્શન તે પોતે કરશે. એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. ફિલ્મમાં ભણશાલી હૃતિક રોશનને મુખ્ય પાત્રમાં લે તેવી શક્યતા છે. પહેલા ફિલ્મ માટે સલમાન અને શાહરૃખના નામ ચર્ચાયા હતા. જોકે ફિલ્મ અંગે કોઇ સત્તાવાર ઘોષણા હજી કરવામાં આવી નથી. સૂત્રની વાત સાચી માનીએ તો સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ પીરિયડ ડ્રામામાં હૃતિક રોશનનું નામ ફાઇનલ થઇ શકે એમ છે.ભણશાલી અને હૃતિક વચ્ચે એક લાંબી વાતચીત થઇ છે. પરંતુ હજી કોઇ અંતિમનિર્ણય લેવાયો નથી. ફિલ્મનું તાત્કાલિકનામ 'પ્રિન્સ રાખવામાં આવ્યું છે.    જોકે પહેલા ફિલ્મ સાથે સલમાન-શાહરૃખના નામ પણ વિચારાધીન હતા. પરંતુ હવે હૃતિક પર મહોર લાગે તેવી વકી છે. જોકે હૃતિકે ફિલ્મ માટે હા પાડી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. જો આમ થશે તો જોડી ફરી આઠ વરસ બાદ સાથે કામ કરશે. થોડા દિવસ પહેલા એવા સમાચાર હતા કે વખતે ભણશાલીની ફિલ્મમાં રણવીર-દીપિકા કામ કરવાના નથી.

(4:48 pm IST)