Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સુજોય ઘોષની ફિલ્મમાં જાસૂસ બનશે અમિતાભ બચ્ચન

મુંબઈ:અમિતાભ બચ્ચન એમની આગામી ફિલ્મમાં જાસૂસ (ઇન્વેસ્ટિગેટિવ એજન્ટ)નો રોલ કરશે એવી માહિતી મળી હતી. સુજોય ઘોષની ફિલ્મ બદલામાં અમિતાભ રોલ કરશે એવી જાણકારી મિડિયાને આપવામાં આવી હતી. ફિલ્મમાં તેઓ બીજીવાર તાપસી પન્નુ સાથે દેખાશે. અગાઉ બંને કલાકારો પાટનગર નવી દિલ્હીના નિર્ભયા કાંડ પર આધારિત ફિલ્મ પિન્કમાં દેખાયાં હતાં. હવે ફરી બદલામાં દેખાશે. હાલ અમિતાભ બચ્ચન આમિર ખાન સાથે યશ રાજની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન કરી રહ્યા છે જેમાં પહેલીવાર આમિર ખાન સાથે કામ કરી રહ્યા છે. ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂરી થયા બાદ અમિતાભ બદલાનું કામ શરૃ કરશે એવું મિડિયાને જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૬માં રજૂ થયેલી અને હિટ નીવડેલી સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટીએમ્પોની હિન્દી રિમેક જેવી ફિલ્મ થ્રીલર હશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. પાંચમી જૂને બંને કલાકારો લંડન જવા રવાના થશે જ્યાં ફિલ્મનું શૂટિંગ શરૃ થવાનું છે.

(4:47 pm IST)