Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હોલિવૂડની ફિલ્મ ટ્રિપલ એક્સ-4માં ડાન્સ કરશે દીપિકા પાદુકોણ

મુંબઈ:બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ હોલિવૂડની ફિલ્મ ટ્રિપલ એક્સની ચોથી કડીના ક્લાયમેક્સના દ્રશ્યોમાં બોલિવૂડનો એક ડાન્સ કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ટ્રિપલ એક્સના ડાયરેક્ટર ડી જે ક્રૂઝોએ ટ્વીટર પર જાહેરાત કરતાં લખ્યું હતું કે ટ્રિપલ એક્સ થ્રીની હીરોઇન અને બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ ટ્રિપલ એક્સની ચોથી કડીમાં બોલિવૂડનો લૂંગી ડાન્સ કરશે... છે ને નોવેલ્ટી ?...  ફિલ્મની ત્રીજી કડીમાં દીપિકાએ હોલિવૂડના ટોચના એક્શન સ્ટાર વીન ડિઝલ સાથે કામ કર્યું હતું. જો કે ભારતમાં ફિલ્મને ધાર્યો પ્રતિસાદ બોક્સ ઑફિસ પર મળ્યો નહોતો. દીપિકાની હોલિવૂડની પહેલી ફિલ્મ હતી અને એના પ્રમોશન માટે વીન ડિઝલ ભારતની મુલાકાતે પણ આવ્યો હતો. વીન ડિઝલે પણ પ્રમોશન દરમિયાન લૂંગી ડાન્સ કર્યો હતો. ટ્રિપલ એક્સની ચોથી કડી દીપિકાની હોલિવૂડની બીજી ફિલ્મ હશે. અત્યારે માત્ર ક્લાયમેક્સના લૂંગી ડાન્સની વાત થઇ છે. સિવાય દીપિકા ફિલ્મમાં કશું કરવાની છે કે કેમ વિશે હજુ કોઇ જાહેરાત થઇ નથી.

(4:46 pm IST)
  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • વિવિધ રાજ્‍યોની ૧૦ વિધાનસભા બેઠકો માટે બપોરે ૧૨ની સ્‍થિતિ બિહાર આરજેડી આગળ પ.બંગાળ ટીએમસી આગળ પંજાબ કોંગ્રેસ કર્ણાટક કોંગ્રેસ ઉત્તરાખંડ ભાજપ કેરળ સીપીએમ ઝારખંડ જેએચએમ યુપીમાં એસપી મેઘાલયમાં કોંગ્રેસની જીત મહારાષ્‍ટ્રમાં કોંગ્રેસની જીત access_time 1:06 pm IST