Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સુપ્રસિધ્ધ તમિલ અભિનેતા રાધા રવિ ભાજપમાં જોડાયા

ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યારાય અને નયનતારાને ભાંડનાર

ચેન્નઈઃ સુપ્રસિધ્ધ તમિલ ફિલ્મ અભિનેતા રાધા રવિ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ખેસ પહેરાવી સભ્ય બનાવેલ. તેઓ ડીએમકે (કરૂણાનીધી) પક્ષમાં પણ રહી ચૂકયા છે. અભિનેત્રી નયનતારા માટે ભૂંડી ભાષા વાપરવા સબબ પક્ષમાંથી તગેડી મૂકાયેલ ઐશ્વર્યા રાય માટે પણ રાધા રવિએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. અનેક અભિનેત્રીયોએ તેના ઉચ્ચારણોની ટીકા કરી હતી.

(3:51 pm IST)