Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

એકશન દ્રશ્યો નિભાવીને અત્યંત ખુશ છે શ્રીયા

મને એકશન ફિલ્મો જોવી ખુબ ગમે છે અને આ કારણે મેં પહેલી વખત એકશન ફિલ્મમાં કામ કર્યુ છે...અભિનેત્રી શ્રીયા પિલગાંવકર પોતાની આ ચાહત જણાવતાં કહે છે કે ક્રેકડાઉન વેબ સિરીઝ રિલીઝ થઇ ચુકી છે અને મને તેમાં એકશન કરવાની તક મળતાં હું અત્યંત ખુશ છું. એકટર તરીકે હું સતત કંઇક નવુ જ કરવા ઇચ્છતી હતી.  હું એક સરખા રોલ કરીને મારી જાતને બાંધી રાખવા ઇચ્છતી નથી. દરેક જોનરના કામ કરવાની મારી ઇચ્છા છે અને તે મુજબ આગળ વધી રહી છું. એકશન ફિલ્મો મને પસંદ છે અને એ કારણે પણ આ શોમાં એકશન કરવાની મજા આવી છે. અપુર્વ લાખિયા નિર્દેશીત ક્રેકડાઉનમાં અપૂર્વએ પોતાની વિશેષતાઓ મુજબ બધા કલાકારોને સ્થાપિત થવાની તક આપી છે. મેં મારા રોલ માટે એકશનની પ્રાથમિક તાલિમ પણ લીધી હતી. હજુ શીખવાનું ઘણું બાકી છે. આમ છતાં મેં જે સિકવન્સ નિભાવી છે તેના કારણે મારી ખુશીનો પાર નથી. ક્રેકડાઉન ડિજીટલ પ્લેટફોર્મ પર દર્શકો ખુબ જોઇ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. 

 

(9:30 am IST)