Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

22મી માર્ચે ચીનમાં રિલીઝ સ્વ.શ્રીદેવીની ફિલ્મ 'મોમ'

મુંબઇ:  સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરે કહ્યું હતું કે અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ માર્ચની ૨૨મીએ ચીનમાં રજૂ થશે. ફિલ્મ ઘરઆંગણે પણ હિટ નીવડી હતી.શ્રીદેવીની પહેલી પુણ્યતિથિ બાદ બોલતાં બોનીએ કહ્યું કે ફિલ્મ દર્શકો અને સમીક્ષકો સૌ કોઇને ગમી હતી અને અમને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ સાંપડયો હતો. અગાઉ અમે ચીનમાં ઇંગ્લીશ વીંગ્લીશ રજૂ કરી હતી અને એને પણ સારો આવકાર સાંપડયો હતો એટલે હવે મોમને ચીનમાં રજૂ કરવાની યોજના ઘડી હતી. એક જાહેર નિવેદનમાં બોનીએ જણાવ્યા મુજબ ઝી ઇન્ટરનેશનલના સંચાલકોએ શ્રીદેવીની છેલ્લી હિટ ફિલ્મ ચીની ભાષાના સબ-ટાઇટલ્સ સાથે ચીનમાં રજૂ કરવાની યોજના બનાવી છે જાહેર કરતાં હું અનેરો આનંદ અનુભવું છું. અગાઉ ઇંગ્લીશ વીંગ્લીશ રજૂ કરી ત્યારે પણ ચીનમાં શ્રીદેવીની ફિલ્મને સારો આવકાર સાંપડયો હતો. 'મને આશા છે કે મોમ ફિલ્મને પણ ચીનમાં આવોજ સારો આવકાર સાંપડશે' એમ બોની કપૂરે નિવેદનમાં જણાવ્યું હતું. મોમ ફિલ્મ બે વર્ષ પહેલાં રજૂ થઇ હતી અને એમાં શ્રીદેવીની સાથે અક્ષય ખન્ના અને બે પાકિસ્તાની ટીનેજર કલાકારો પણ રજૂ થયાં હતાં.

 

 

(4:56 pm IST)