Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચંકી અને રામ કપૂર જોવા મળશે વિલનના રોલમાં

ઝીફાઇવની ક્રાઇમ-થ્રિલર સિરીઝ અભયની બીજી સીઝન ૧૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે અને આ વખતે અભિનેતા ચંકી પાંડે એક સાયકો-કિલર તરીકે જોવા મળશે. આ શોમાં કુણાલ ખેમુ ઇન્વેસસ્ટિગેટિંગ આફિસર અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે અને બીજી સીઝનમાં ચંકી ઉપરાંત ટીવી-કલાકાર રામ કપૂર પણ વિલન તરીકે જોવા મળશે. ચંકી પાંડે આ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે અને અભય-૨ માટે અભિનેતાએ કમ્પ્લીટ મેકઓવર કર્યું છે. ચંકી એક નિર્દોષ અને શાંત દેખાતા કોમન-મેન તરીકે જોવા મળશે જેના ચહેરા પાછળ એક ખૂંખાર કિલર છુપાયો છે. ચંકીનું પાત્ર કહાનીના બોબ વિશ્વાસના પાત્રની યાદ અપાવે છે.ચંકીએ છેલ્લે બેગમજાન અને સાહો જેવી ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે પણ અભય નો વિલન આ બંને કરતાં ભયાનક હશે એમ અભિનેતાનું કહેવું છે. ચંકી પાંડેએ જણાવ્યા મુજબ અભય-૨થી હું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છું અને આવો રોલ મેં અગાઉ કયારેય નથી ભજવ્યો. મારું પાત્ર સામાન્ય દેખાવ ધરાવે છે, પણ તેની આદમખોર વૃતિને પોષવા તે કોઇપણ હદ સુધી જઇ શકે છે

(9:31 am IST)