Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ટેલિવિઝન પર હનુમાનનું પાત્ર ભજવનાર દાનિશ અખ્તર બનશે પિતા

મુંબઈ:અભિનેતા દાનિશ અખ્તર અને નાદિયા શેખના ઘરમાં ટૂંકસમયમાં કિકિયારીઓ ગુંજવાની છે. તેમના ઘરે નવા મહેમાનનું આગમન થવાનું છે. દાનિશની પત્ની નાદિયા ગર્ભવતી છે. દાનિશે ૨૦૧૮માં જાન્યુઆરીમાં ગર્લફ્રેન્ડ નાદિયા સાથે નિકાહ કર્યા હતા. ટેલિવિઝન શો સિયા કે રામમાં હનુમાનનું પાત્ર ભજવનાર દાનિશ અખ્તર કલર્સના શો શ્રીમદ્ ભાગવતમાં જોવા મળવાનો છે. આ શોમાં પણ તે હનુમાનની ભૂમિકા ભજવવાનો છે. આ શોની શરૂઆત બીજી જૂનથી થવાની છે. આ શો સવારે ૧૧ વાગ્યે ચેનલ પર પ્રસારિત થવાનો છે.

(5:33 pm IST)
  • સેન્સેકસ રપ૦થી વધુ પોઇન્ટ અપઃ નીફટી ૮૪ અપઃ રૂપિયો ૬૯.પ૯ ઉપર : શેરબજારમાં તેજીનો દોરઃ બપોરે ર-૧પ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ વધીને ૩૯૭૧૧ અને નીફટી ૮૪ પોઇન્ટ વધીને ૧૧૯ર૮: ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર ટ્રેડ કરે છે આજે મનપસંદ બેવરેજના શેરોમાં ર૦ ટકાની લોઅર સર્કિટ લાગી છે access_time 4:02 pm IST

  • અભિનેતા કરણ ઓબેરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો ;પીડિત મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ :મુંબઈ પોલીસે કહ્યું જો જરૂર જણાયે પીડિતાને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે access_time 1:23 am IST

  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST