ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

ટેલિવિઝન પર હનુમાનનું પાત્ર ભજવનાર દાનિશ અખ્તર બનશે પિતા

મુંબઈ:અભિનેતા દાનિશ અખ્તર અને નાદિયા શેખના ઘરમાં ટૂંકસમયમાં કિકિયારીઓ ગુંજવાની છે. તેમના ઘરે નવા મહેમાનનું આગમન થવાનું છે. દાનિશની પત્ની નાદિયા ગર્ભવતી છે. દાનિશે ૨૦૧૮માં જાન્યુઆરીમાં ગર્લફ્રેન્ડ નાદિયા સાથે નિકાહ કર્યા હતા. ટેલિવિઝન શો સિયા કે રામમાં હનુમાનનું પાત્ર ભજવનાર દાનિશ અખ્તર કલર્સના શો શ્રીમદ્ ભાગવતમાં જોવા મળવાનો છે. આ શોમાં પણ તે હનુમાનની ભૂમિકા ભજવવાનો છે. આ શોની શરૂઆત બીજી જૂનથી થવાની છે. આ શો સવારે ૧૧ વાગ્યે ચેનલ પર પ્રસારિત થવાનો છે.

(5:33 pm IST)