Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બીગ બોસ-13 બાદ ફરી એકવાર સાથે જોવા મળશે વિશાલ આદિત્ય સિંહ-મધુરિમા તુલી

મધુરિમા અને વિશાલ એક સ્પેશલ ડાંસ પ્રોગ્રામ માટે હાથ મિલાવ્યો

મુંબઈ : ટીવી ઇન્ડસ્ટ્રીનું પ્રખ્યાત કપલ વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલી પોતાના લવ રિલેશનશિપના કારણે નેશનલ ટીવી પર ખુબ ચર્ચામાં રહ્યું છે. 'બીગ બોસ ૧૩' માં સાથે આવેલ આ કપલે શોમાં બધી હદ પાર કરી દીધી હતી. શોમાં જ્યારે મધુરિમા તુલીની એન્ટ્રી થઈ હતી તો એવું લાગ્યું હતું કે, કપલની વચ્ચે થયેલ મતભેદ ઓછા થશે. તેમ છતાં શોમાં આવું કઇ જોવા મળ્યું નહોતું.

'બીગ બોસ' ના ઘરમાં વિશાલ અને મધુરિમા તુલીના સંબંધ સુધરવાની જગ્યાએ મારપીટ સુધી પહોંચી ગયા હતા. મધુરિમા તુલીએ ગુસ્સામાં પોતાનું મગજ ગુમાવી દીધું અને નેશનલ ટીવી પર વિશાલની ખુબ ધોલાઈ કરી હતી. આ વ્યવહાર બાદ મધુરિમા તુલી 'બીગ બોસ' થી બહાર થઈ ગઈ અને વિશાલ આદિત્ય સિંહથી તેમના સંબંધ હંમેશા માટે સમાપ્ત થઈ ગયા હતા

જ્યારે હવે સમાચાર એ છે કે, મધુરિમા તુલી અને વિશાલ એક વખત ફરીથી સાથે જોવા મળવાના છે. બંનેને એક નવા શોમાં સાથે કામ કરવાની ઓફર મળી અને તેના માટે વિશાલ-મધુરિમા માની ગયા છે. સમાચાર મુજબ, મધુરિમા અને વિશાલ એક સ્પેશલ ડાંસ પ્રોગ્રામ માટે હાથ મિલાવ્યો છે.

(12:00 pm IST)