Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

'શકુંતલા દેવી'નું આગમન થશે જુલાઇના અંતમાં

અભિનેત્રી વિદ્યા બાલને બોલીવૂડમાં અલગ અને પડકારજનક રોલ નિભાવીને પોતાનું સ્થાન મેળવ્યું છે. ઘણા સમયથી ટીવી પરદેથી દુર રહેલી વિદ્યા હવે એક બાયોપિકમાં જોવા મળવાની છે. શકુંતલા દેવી નામની તેની આ ફિલ્મ લોકડાઉનને કારણે સિનેમાઘરોને બદલે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. વિદ્યા બાલને આ ફિલ્મના દેશના સુપ્રસિધ્ધ ગણિતજ્ઞ શકુંતલા દેવીનું પાત્ર ભજવ્યું છે. અનુ મેનનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જીશૂ સેન ગુપ્તા, સાન્યા મલ્હોત્રા પણ ખાસ ભુમિકામાં જોવા મળશે.

અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ તેની સાથે જ વિદ્યાની ફિલ્મ પણ રિલીઝ થવાની હતી. પરંતુ ગુલાબો સિતાબો પર અસર ન પડે તે માટે આ ફિલ્મની તારીખ ૩૦ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી હતી. વિદ્યા બાલનના ચાહકોને તેની ફિલ્મ માટે હજુ એક મહિના જેવી રાહ જોવી પડશે.

(9:50 am IST)