Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રોનિત-મોના અને ગુરદિપના શોની ત્રીજી સિઝન આવતા મહિને

ડિજીટલ પ્લેટફોર્મ પર સોૈથી વધુ પસંદ કરવામાં આવતાં હોય તેવા શોમાં 'કહેને કો હમસફર હૈ'નો સમાવેશ થાય છે. આ શોની ત્રીજી સિઝન સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. ઓલ્ટ બાલાજી અને ઝી ફાઇવએ ત્રીજી સિઝનનું પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ શો છઠ્ઠી જુનના રોજ રિલીઝ થશે. શોમાં રોનિત રોય, ગુરદિપ કોહલી અને મોના સિંહ સાથે અપુર્વા અગ્નિહોત્રી સહિતના ભારતીય ટેલિવિઝનના મોટા કલાકારો સામેલ છે. આ શોની પહેલી બંને સિઝન સફળ રહી છે. દર્શકો સતત ત્રીજી સિઝનની રાહમાં હતાં. હવે આતુરતાનો અંત થયો છે. આવતા મહિને ત્રીજી સિઝન નિહાળવા મળશે.

રોનીત રોયએ કહ્યું હતું કે પ્રથમ બે સિઝનમાં શુટીંગનો અનુભવ ખુબ જ રોમાંચક હતો. મને રોહિત મહેરાની ભુમિકા નિભાવવામાં ખુબ જ આનંદ આવ્યો હતો. આ શોની ત્રીજી સિઝન પણ ખુબ જ શાનદાર છે. દર્શકો પણ તે અનુભવી શકશે. હું હમેંશાની જેમ જ એકતા કપૂરનો આભારી છું કે મને રોમાંચક અને પડકારરૂપ ભુમિકા આપી.

(9:31 am IST)