Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ફરહાન અખ્તરની ફિલ્મ 'તૂફાન' બીજી ઓકટોમ્બર-ર૦ર૦ માં રીલીઝ થવા માટે તૈયાર

નવી દિલ્હી : એકસેલ એન્ટરટેનમેન્ટની આગામી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ 'તૂફાન' વર્ષ ર૦ર૦ ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે જે એક બોકસરનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મનું શૂટીંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે અને એવામાં નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પહેલા શોટનો મેકિંગ વીડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

નિર્દેશક રાકેશ ઓમપ્રકાર મેહરાએ મેકિંગનો એક નાનકડો વિડીયો શેર કરતાં લખ્યું કે,  ''# Toofan  getting ready  for the  first  shot always - nervous ''

 'તુફાન' ની આખી ટીમ એક તરફ દમદાર સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ સાથે દર્શકોના હોશ ઉડાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ફિલ્મની શૂટીંગ ડોંગરીની ઝૂંપડપટ્ટીથી લઇને ગેટવે ઓફ ઇન્ડીયા જેવા વાસ્તવિક સ્થળો પર મુંબઇમાં કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ફરહાન અખ્તર દર વખતે બીટીએસ તસવીરો દ્વારા તુફાનના સફર જોડાયેલી અપડેટ પોતાના પ્રશંસકોની સાથે શેર કરતા રહે છે.

આ બીજીવાર છે જયારે ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મેહરા 'ભાગ મિલ્ખા ભાગ' બાદ, એક સાથે કામ કરી રહ્યા છે. ગત મહિને તુફાનના નિર્માતાઓએ ફિલ્મમાંથી તેમના પાત્રનો પહેલો લુક રીલીઝ કર્યો હતો, જેથી દર્શકોની ઉત્સુકતાને દસ ગણી વધારી દીધી છે.

આ.ઓ.એમ.પી. પિકચર્સની સાથે એસોસીએશનમાં એકસેલ એન્ટરટેનમેન્ટ પ્રોડકશનની ફિલ્મ 'તૂફાન' રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત છે અને ર ઓકટોબર ર૦ર૦માં રીલીઝ થવા માટે તૈયાર છે.

(6:29 pm IST)