Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બે વખત તારીખ બદલાઇ હવે ૧૫મીએ આવશે 'સેટેલાઇટ શંકર'

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજની ફિલ્મ 'સેટેલાઇટ શંકર'ની અગાઉ બે વખત રિલીઝ ડેટ બદલાયા પછી હવે અંતે આગામી ૧૫મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ઇરફાન કમલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સૂરજ પંચોલી આર્મી ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે. ટ્રેલરમાં તે દેશની સેવા કરતી વખતે આર્મી જવાનો અને અધિકારીઓને કેવી-કેવી મુશિબતોમાંથી ઉગારે છે તે દર્શાવાયું છે. આ ફિલ્મ અગાઉ જુલાઇમાં અને એ પછી સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓએ હવે નવી તારીખ જાહેર કરી દીધી છે. સેટેલાઇટ શંકર ફિલ્મથી થનારી તમામ કમાણી સૂરજે ભારતીય આર્મી કેમ્પને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું શુટીંગ દસ અલગ-અલગ લોકેશન પર થયું છે. જેમાં હિમાચલ પ્રદેશ, આગ્રા પણ સામેલ છે. સૂરજ સાથે સાઉથ એકટર મેઘા આકાશ છે. તે ખુબ સારો કો-સ્ટાર હોવાનું સુરજે કહ્યું હતું.

(10:05 am IST)
  • ઓસ્ટ્રેલિયામાં પ્રેસ સેન્સરશીપ : એબીસી,તથા ન્યુઝ કોર્પની પત્રકાર અનિકાના ઘર ઉપર કેન્દ્રીય પોલીસનો દરોડો : દેશભરના મીડિયા સંસ્થાનોએ વિરોધ નોંધાવ્યો : " રાઈટ ટુ નો " અધિકાર સાથે સેન્સરશીપ વિરુધ્ધ ઝુંબેશના મંડાણ access_time 12:07 pm IST

  • " કમલેશ તિવારીને અમે મારી નાખ્યો ,હવે તારો વારો છે ": ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીને ધમકીપત્ર : પોલીસ તપાસ ચાલુ access_time 12:56 pm IST

  • બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું: સરેરાશ મતદાન 22.36 ટકા: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન: હરિયાણાના મુખ્યમંત્રીએસાયકલ પર સવારી કરીને કર્યું મતદાન : સ્ટાર્સે મતદાન કરવાની સાથે સેલ્ફીનો પણ માણ્યો આનંદ access_time 1:30 pm IST