ફિલ્મ જગત
News of Monday, 21st October 2019

બે વખત તારીખ બદલાઇ હવે ૧૫મીએ આવશે 'સેટેલાઇટ શંકર'

આદિત્ય પંચોલીના પુત્ર સૂરજની ફિલ્મ 'સેટેલાઇટ શંકર'ની અગાઉ બે વખત રિલીઝ ડેટ બદલાયા પછી હવે અંતે આગામી ૧૫મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ઇરફાન કમલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સૂરજ પંચોલી આર્મી ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે. ટ્રેલરમાં તે દેશની સેવા કરતી વખતે આર્મી જવાનો અને અધિકારીઓને કેવી-કેવી મુશિબતોમાંથી ઉગારે છે તે દર્શાવાયું છે. આ ફિલ્મ અગાઉ જુલાઇમાં અને એ પછી સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓએ હવે નવી તારીખ જાહેર કરી દીધી છે. સેટેલાઇટ શંકર ફિલ્મથી થનારી તમામ કમાણી સૂરજે ભારતીય આર્મી કેમ્પને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું શુટીંગ દસ અલગ-અલગ લોકેશન પર થયું છે. જેમાં હિમાચલ પ્રદેશ, આગ્રા પણ સામેલ છે. સૂરજ સાથે સાઉથ એકટર મેઘા આકાશ છે. તે ખુબ સારો કો-સ્ટાર હોવાનું સુરજે કહ્યું હતું.

(10:05 am IST)