Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કાર્તિક આર્યન ટૂંક સમયમાં જેકલીન સાથે ફિલ્મ કરશે

મુંબઇ: અભિનેતા કાર્તિક આર્યન હાલ બોલીવૂડના માંધાતાઓની પસંદગી બની રહ્યો છે. તેણે ફિલ્મ 'સોનુ કી ટીટુ કી સ્વીટીમાં બહેતરીન અભિનય કરીને ફક્ત દર્શકો નહી પરંતુ બોલવૂડના માંધાતાઓનો પણ પ્રિય બની ગયો છે. કાર્તિકની હાલ ડિમાન્ડ વધી ગઇ છે. તેને ટોચના બેનરોની ફિલ્મની ઓફર મળવા લાગી છે. કાતિક અને કૃતિ સેનોન ફિલ્મ 'લુકા છુપીમાં સાથેજોવા મળશે એમ સંભળાય છે. જ્યારે જેકલિન સાથે પણ તેની જોડી જમાવાના પ્રયાસ થઇ રહ્યા છે. કન્નડ ફિલ્મ 'ક્રિક પાર્ટી ની હિંદ ીરીમેકમાં કાર્તિક જેકલિન સાથે રોમાન્સ કરતો જોવા મળે તેવી શક્યતા છે. જેકલિનનો ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ૨૦૧૬ની કન્ન્ડ ફિલ્મે બોક્સ ઓફિસ પર અઢળક કમાણી કરી હતી. ફિલ્મને અભિષેક જૈન દિગ્દર્શિત કરવાનો  છે. જેનું શૂટિંગ ઓકટોબરથી શરૃ થાય તેવી શક્યતા છે.

(1:33 pm IST)