Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જ્હાન્વી બહુ પ્રોફેશનલ અને કામને લઈને ફોકસ્ડ છે :ધડકના વિલન આશુતોષે કર્યા ભરપેટ વખાણ

 મુંબઈ ;બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરની પહેલી બોલીવુડ ફિલ્મ ‘ધડક' 20મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે ફિલ્મમાં વિલનની ભુમિકા કરનાર આશુતોષ રાણાએ જાહ્નવી સાથે કામ કર્યાના કેટલાક અનુભવો શેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આશુતોષ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે જાહ્નવી વિશે જણાવ્યુ કે, તે બહુ પ્રોફેશનલ છે અને કામને લઈને બહુ ફોકસ્ડ છે.  

 

(12:47 pm IST)