Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

હું સંજય દત્ત સરનો પહેલાથી ફેન છું: અલી ફઝલ

મુંબઈ:વિક્ટોરિયા એન્ડ અબ્દુલ જેવી હોલિવૂડની ફિલ્મ કર્યા બાદ ઇન્ટરનેશનલ ગણાતા થઇ ગયેલા અભિનેતા અલી ફઝલે કહ્યું હતું કે હું તો સંજયસરનો ફેન રહ્યો છું. બાળપણથી એમની ફિલ્મો જોઇને મોટો થયો છું. યોગાનુયોગે અલી ફઝલ અને સંજય દત્ત પ્રસ્થાનમ ફિલ્મના સેટ પર પહેલીવાર મળ્યા ત્યારે અલી ફઝલ ઠીક ઠીક સમય સુધી મુગ્ધપણે સંજય દત્તને જોતો રહી ગયો હતો.પ્રસ્થાનમ હિટ તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે જેમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ઓરિજિનલ ફિલ્મ બનાવનારા દેવા કટ્ટા પોતે આ હિન્દી રિમેક બનાવી રહ્યા છે.અલીએ વધુમાં કહ્યંુ કે સંજય સર મારા પિતાનો રોલ કરી રહ્યા છે જ્યારે મનીષા કોઇરાલા મેડમ મારી માતાનો રોલ કરી રહ્યાં છે. સંજય સર એકદમ સરળદિલ છે. એ તમારી કક્ષાએ આવીને તમારી સાથે વાત કરતા હોય છે. બહુ નમ્ર વ્યક્તિ હોવાની છાપ મારા મન પર પડી હતી. પોતે સ્ટાર હોવાની હવા એમના દિમાગમાં જરાય ભરાઇ નથી. આ ફિલ્મના સહનિર્માતા પણ સંજય દત્ત છે. એ એક અત્યંત પાવરફૂલ પોલિટિશ્યન લોકીનો રોલ કરે છે.

 

(5:20 pm IST)
  • એડગુરૂ એલેક પદ્મસીનું ૯૦ વર્ષે મુંબઇમાં નિધન : ૧૯૮૨માં આવેલી ફિલ્‍મ ગાંધીમાં મોહમ્‍મદ અલી જિન્નાનો રોલ કર્યો હતો access_time 3:43 pm IST

  • ફિલ્‍મ ‘‘ કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટેઃ નિર્દેશક અભિષેક કપુર : હું ભગવાન શિવનો ઉપાસક : લવ જેહાદનો આરોપ લગાવતાં બીજેપી નેતાની ‘‘કેદારનાથ'' ફિલ્‍મને સેન્‍સર કરવાની માંગ પર અભિષેક એ કહ્યું અમે એવી ફિલ્‍મ નથી બનાવી જેથી કોઇને પરેશાની થાય. access_time 12:15 pm IST

  • રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસેના મઘરીખડા ગામ નજીક થયો ગોઝારો અકસ્માત : વઢવાણ ના દરજી પરિવારના છ વ્યક્તિઓના અકસ્માતમાં અરેરાટીભર્યા મોત : હાઈવે પર ટ્રાફિકજામ : વધુ વિગતો મેળવાય રહી છે. access_time 8:32 pm IST