Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મર્દાની ફિલ્મની સિક્વલ મર્દાની-૨માં રાની મુખરજી ફરીથી નીડર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના પાત્રમાં જોવા મળશે

નવી દિલ્હી : હાલમાં દેશમાં વધી રહેલા રેપના કિસ્સાઓને કારણે લોકોમાં આક્રોશ ચરમસીમાએ છે ત્યારે આ મુદ્દાને જ હાઇલાઇટ કરતી રાની મુખરજીની ફિલ્મ મર્દાની 2 રિલીઝ થઈ છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બનાવવામાં આવી છે અને એના ડિરેક્ટર છે ગોપી પુરથ. ફિલ્મ મર્દાની 2માં રાની ફરીથી નીડર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2014માં આવેલી મર્દાનીની સિક્વલ છે. ફિલ્મમાં તે ફરીવાર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળશે.

શું છે વાર્તા?

આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને બહુ પસંદ પડ્યું હતું. ફિલ્મમાં રાની એવા અપરાધી (વિશાલ જેઠવા)ને પકડે છે જે બહુ ક્રુરતાથી છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે અને પછી તેમની હત્યા કરી દે છે. આ અપરાધી એટલો સાયકીક છે કે તે અપરાધ કરતા પહેલાં પોલીસને આ વાતની જાણકારી પણ આપે છે. આ હત્યારાની માહિતીના આધારે રાની તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ અપરાધોને નેચરલ બતાવવા માટે મર્દાની 2ના ડિરેક્ટર ગોપી પુથરને બહુ મહેનત કરી છે. આ ફિલ્મ કેટલીક વાર એટલી દર્દનાક થઈ જાય છે કે દિલના ટુકડા થઈ જાય છે. ફિલ્મમાં રાનીનો ગુસ્સો સમાજનો રેપ સામેનો ગુસ્સો દર્શાવે છે.

જોવાય કે નહીં?

ગોપી પુથરને ફિલ્મના ડિરેક્શનથી માંડીને વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગના ડિપાર્ટમેન્ટને બહુ સારી રીતે હેન્ડલ કર્યુ છે. આ ફિલ્મ કોઈપણ એંગલથી ખેંચાયેલી નથી અને છેલ્લી ક્ષણ સુધી રસપ્રદ સાબિત થાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ બહુ રસપ્રદ છે અને સેકન્ડ હાફમાં અપરાધી સુધી પહોંચવાના પ્રયાસ દર્શાવ્યા છે. આ ફિલ્મમાં રાની મુખરજી સાથે રાજેશ શર્મા, શ્રુતિ બાપના, વિક્રમ સિંહ ચૌહાણ તેમજ દીપિકા અમીને મહત્વનો રોલ ભજવ્યો છે. ડોક્ટરના રોલમાં શ્રુતિ બાપના બહુ દમદાર છે. મજબૂત અને રસપ્રદ ફિલ્મોના શોખીઓને ચોક્કસપણે આ ફિલ્મ જોવી જોઈએ.

(5:37 pm IST)