Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જાણીતા અભિનેતા,દિગ્દર્શક અને જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન

કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પક્કડ ધરાવતા ગિરીશ કર્નાડને અનેક એવોર્ડ મળેલ

જાણીતા અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન થયું છે. ગયા મહિને તેમણે 81 વર્ષ પૂર્ણ કર્યાં હતાં, તેમનો જન્મ 1938માં થયો હતો.

પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી પછી નિધન થઇ ગયું છે. તેમનું ઉમર 81 વર્ષ હતી અને છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા. તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. તેમને ફિલ્મોમાં એક્ટિંગ સાથે નાટક, સ્ક્રીપટ રાઇટિંગ અને નિર્દેશનમાં પોતાનું જીવન લગાવ્યું. તેમને ફિલ્મ, ટીવી, થિયેટર દરેક જગ્યાએ કામ કર્યું છે

ગિરીશ કર્નાની કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પકડ હતી.તેમણે પોતાનું પ્રથમ નાટક કન્નડ ભાષામાં લખ્યું હતું, જેનો ત્યારબાદ અંગ્રેજી અનુવાદ પણ થયો હતો.

'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને વર્ષા' તેમનાં જાણીતાં નાટકો છે.

ગિરીશ કર્નાડને 1994માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1998માં જ્ઞાનપીઠ પુરસ્કાર, 1974માં પદ્મ શ્રી, 1992માં પદ્મ ભૂષણ, 1972માં સંગીત-નાટક અકાદમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્યા અકાદમી પુરસ્કાર અને 1998માં કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા

(10:54 am IST)
  • પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ વાતાવરણમાં તંગદિલી : ભાજપ મનાવશે કાળો દિવસ:કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા પર ઉંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભા ચૂંટણી હિંસા રાજ્ય સરકારને નિષ્ફળતા લાગે છે access_time 2:03 am IST

  • આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કાશ્મીરમાં થઇ :પાકિસ્તાનમાં નહીં. :એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદીની ઘરમાં ઘૂસીને મારવા વાળી ટિપ્પણીની ટીકા કરી : પવારે કહ્યું કે, સાંસ્કૃતિક સંપ્રદાયવાદે સત્તારૂઢ ભાજપને રાજનૈતિક લાભ પહોંચાડ્યો :એક સમુદાય બીજા સમુદાય વિરૂદ્ધ થાય તે દેશના વિકાસ માટે ખતરનાક access_time 12:56 am IST

  • કઠુઆ સામુહિક દુષ્કર્મ કાંડ : 6 દોષિતો પૈકી 3 ને આજીવન કેદ : બાકીના 3 ને પાંચ પાંચ વર્ષની સજા : કઠુઆમાં 2018 ની સાલમાં સામુહિક દુષ્કર્મ ગુજારી 8 વર્ષીય બાળકીની હત્યા કરી નાખી હતી : 8 આરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ કરાઈ હતી : મંદિરનો પૂજારી મુખ્ય આરોપી હતો access_time 6:11 pm IST