ફિલ્મ જગત
News of Monday, 10th June 2019

જાણીતા અભિનેતા,દિગ્દર્શક અને જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન

કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પક્કડ ધરાવતા ગિરીશ કર્નાડને અનેક એવોર્ડ મળેલ

જાણીતા અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન થયું છે. ગયા મહિને તેમણે 81 વર્ષ પૂર્ણ કર્યાં હતાં, તેમનો જન્મ 1938માં થયો હતો.

પ્રખ્યાત અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બિમારી પછી નિધન થઇ ગયું છે. તેમનું ઉમર 81 વર્ષ હતી અને છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા. તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. તેમને ફિલ્મોમાં એક્ટિંગ સાથે નાટક, સ્ક્રીપટ રાઇટિંગ અને નિર્દેશનમાં પોતાનું જીવન લગાવ્યું. તેમને ફિલ્મ, ટીવી, થિયેટર દરેક જગ્યાએ કામ કર્યું છે

ગિરીશ કર્નાની કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પકડ હતી.તેમણે પોતાનું પ્રથમ નાટક કન્નડ ભાષામાં લખ્યું હતું, જેનો ત્યારબાદ અંગ્રેજી અનુવાદ પણ થયો હતો.

'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને વર્ષા' તેમનાં જાણીતાં નાટકો છે.

ગિરીશ કર્નાડને 1994માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1998માં જ્ઞાનપીઠ પુરસ્કાર, 1974માં પદ્મ શ્રી, 1992માં પદ્મ ભૂષણ, 1972માં સંગીત-નાટક અકાદમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્યા અકાદમી પુરસ્કાર અને 1998માં કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા

(10:54 am IST)