News of Saturday, 9th June 2018

ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મામાને મળવા પહોંચી ભાણી

મુંબઇ : ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર તાજેતરમાં એક ચુલબુલી બાલિકા પહોંચી જતાં હાજર રહેલા સૌને જબરું આશ્ચર્ય  આપ્યું હતું. ફિલ્મ ભારતીય સુપરહીરોની કરણે બનાવવા ધારેલી ટ્રિલોજીની પહેલી કડી છે જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ચમકી રહ્યાં છે. હાલ મુંબઇમાં એનું બીજું શિડયુલ ચાલી રહ્યું છે. પહેલું શિડયુલ બલ્ગેરિયામાં હતું. અયાન મુખર્જી ફિલ્મના ડાયરેક્ટર છે. યોગાનુયોગે હાલ રણબીરની બહેન રિદ્ધિમા મુંબઇમાં પોતાનાં માતાપિતાને મળવા આવી છે. એની સાથે એની પુત્રી સામરાએ એવો આગ્રહ સેવ્યો હતેા કે મારે મામાના બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં જવું છે. ખરેખર સેટ પર રણબીરને મળવા પહોંચી ગઇ હતી અને સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. એણે કેમેરામેનને કહીને કેમેરાની આંખે પણ મામાનએ એમની હીરોઇન સાથે જોયાં હતાં અને ખુશ થઇ ગઇ હતી. બોલિવૂડના સૌથી સિનિયર કપૂર પરિવારની પાંચમી પેઢી છે. સામરાનું કુતૂહલ પણ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.

(4:52 pm IST)
  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST