Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સુરત : વરાછા વિસ્તારની એક હીરાની ફેક્ટરીમાં હીરા ઘસતી વખતે ઘંટીમાં મહિલાની સાડી ફસાતા, મહિલા મશીનમાં ખેંચાઈ : અન્ય કર્મચારીઓએ મહિલાને બચાવી : આસપાસ કામ કરી રહેલા કર્મચારીઓમાં મચી નાસભાગ : સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ : CCTVનો વિડીયો ફૂટેજ થયો વાયરલ

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નરેન્‍દ્રભાઇ મોદી ચીનના પ્રવાસેઃ ચીન અને પાકિસ્‍તાનના પ્રતિનિધિઓની હાજરીમાં આતંકવાદનો મુ્દ્દો ઉઠાવાશે

વડોદરામાં ચિંતન શિબિર બહાર દલિત કાર્યકરોએ આવેદનપત્ર આપતા બઘડાટીઃ પ્રદર્શનકારીઓ દ્વારા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટકાયત

ડૂબતા બપોરે દિલ્હીવાસીઓએ અનુભવ્યો રાતનો માહોલ : દિલ્હી - NCRમાં સાંજે ૫ વાગ્યાથી ઉડી ધૂળની ડમરીઓ - કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ - ભારે પવન ફૂંકાયો : ચારેકોર છવાય ગયું અંધારું : એરપોર્ટ પર ઘણી ફ્લાઈટસ કરાઈ ડાયવર્ટ : લોકોએ ગરમીથી અનુભવી આંશિક રાહત

રૂસમાં શરૂ થનારા ફુટબોલના મહાસમરમાં વર્લ્ડકપ મેચોમાં એક બેહરા સફેદ બિલ્લા એચિલેસ મેચોની ભવિષ્યરાણી કરશે

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST