Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અબિર સેનગુપ્તા બનાવશે ઋષીકેશ મુખરજીની સદાબહાર ફિલ્મ આનંદની રિમેક

મુંબઇ : ઋષીકેશ મુખરજીની સદાબહાર ફિલ્મ આનંદની રિમેક બનાવવાની યોજના થઇ રહી હોવાની જાણકારી મળી હતી. ફિલ્મ સર્જક અબિર સેનગુપ્તા યોજના ઘડી રહ્યા હોવાનું કહેવાય છે. જો કે રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનનો વિકલ્પ કોઇ કલાકાર બની શકે શક્ય નથી. એમાંય અબિર સેનગુપ્તા તો જેકી ભગનાની જેવા નવોદિત કહેવાય એવા કલાકારને લઇને બનાવવા ધારે છે. જો કે મૂળ આનંદની કથા સાથે ફિલ્મની કથાને કશી લેવાદેવા નથી. ફિલ્મની કથા એવી છે કે જીવનમાં આવતા પરિવર્તન અંગે રાવ કે ફરિયાદ કરવાને બદલે એક યુવાન હસતાં હસતાં દરેક પરિસ્થિતને સ્વીકારી લેવા મથે છે. યંગીસ્તાન અને ફાલતુ જેવી ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા જેકી ભગનાનીએ કહ્યું કે હું ફિલ્મની કથાથી આકર્ષાયો છું. આવી સરસ ફિલ્મ કરવા મળશે વિચારે હું ઉત્તેજિત છું. ફિલ્મને કોપીરાઇટની માથાકૂટથી બચાવી લેવા આનંદવા નામ આપવામાં આવ્યું છે. અગાઉ આનંદ ફિલ્મની કથા પરથી મંૈ હું ના ફિલ્મ આવી હતી જેમાં શાહરુખ ખાને રાજેશ ખન્ના જેવો રોલ કર્યો હતો. ફિલ્મમાં શાહરુખના દોસ્તનો રોલ સૈફ અલી ખાને કર્યો હતો.

(4:52 pm IST)
  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST