Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

'કુલ્ફી કુમાર બાજેવાલા' શોના ૪૦૦ એપિસોડ પુરાઃ મોહિતે આભાર દર્શાવ્યો

સ્ટાર પ્લસ પરના ટીવી શો 'કુલ્ફી કુમાર બાજેવાલા'એ ૪૦૦ એપિસોડ પુરા કરી લીધા છે. આ તકે અભિનેતા મોહિત મલિકે સોૈનો આભાર માન્યો હતો. મોહિતે કહ્યું હતું કે આ અવિશ્વસનિય છે. અમે ચારસો એપિસોડ પુરા કરી લીધા છે. દોઢ વર્ષ પહેલા અમે ઇમાનદારીથી શોનું શુટીંગ શરૂ કર્યુ હતું. આજે પણ દર્શકો-ચાહકોમાં આ શો પ્રત્યે એટલો જ પ્રેમ ટકી રહ્યો છે. પારિવારિક મનોરંજન કરતી સિરીયલોમાં આ શોને ખાસ જગ્યા મળી છે. હું શો સાથે જોડાયેલા તમામા કલાકારો અને ટેકનીશિયનોનો પણ આભારી છું. આ એવો શો છે જે હું મારા બાળકોને પણ ગોૈરવપુર્ણ રીતે દેખાડવા ઇચ્છુ છું. ઉલ્લેખનિય છે કે મોહિત ગયા વર્ષે કુલ્ફી કુમાર બાજેવાલાના સેટ પર શુટીંગ વખતે ઘાયલ થઇ જતાં હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો અને ટાંકા લેવડાવવા પડ્યા હતાં. મોહિતે ટીવી પરદે શો 'મિલ્લી'થી શરૂઆત કરી હતી. એ પછી દિલ મિલ ગયે, જબ પ્યાર હુઆ, પરી હું મૈં અને બનું મૈં તેરી દુલ્હનમાં પણ કામ કર્યુ હતું. ખતરો કે ખિલાડી-૧૦ પણ તેને ઓફર થયો હતો. પણ તે કુલ્ફીકુમારમાં વ્યસ્ત હોઇ આ શો કરી શકયો નહોતો.

(10:02 am IST)